શહેર અફવાથી ભરપૂર થયું ને
થયો હું ય અફવા તણો સૂર આજે
 
તમારી સમીપે પહોંચી ગયો તો
જગતમાં હું સૌથી થયો દૂર આજે
 
રહસ્યો કશાં હોય જાણે અમૂલ્ય
થયો સેવવા મૌન મજબૂર આજે
 
ઘણી હ્રદયની વાત હોંઠે પહોંચે
અને વાક્ય થાય ચકનાચૂર આજે
 
કંઇ વાતમાં આમ રાખ્યુ નથી, જો
કથા પ્રેમની ને વ્યથા છે હ્રદયની
છતાં હોય વાર્તા લખી તેમ કાગળ 
થયો શબ્દથી પૂર્-ભરપૂર આજે
 
શહેર અફવાથી ભરપૂર થયું ને
થયો હું ય અફવા તણો સૂર આજે
 
– રોહિત વઢવાણા (1998)

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *