ગ્રીન બોન્ડનું નામ તમે સાંભળ્યું હશે. અત્યારે જયારે ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણનો મુદ્દો મહત્વનો બન્યો છે ત્યારે ગ્રીન બોન્ડ વિષે માહિતી મેળવવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.

ગ્રીન બોન્ડ સામાન્યરીતે પર્યાવરણ સંરક્ષણ અને પ્રભાવ સાથે જોડાયેલા નાણાકીય ધિરાણ મેળવવાના બોન્ડ છે. તેમાં કરવામાં આવતું રોકાણ એવા પ્રોજેક્ટ માટે હોય છે જે ગ્રીન – હરિત ઉદ્યોગ, પ્રોજેક્ટ કે કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પર આપવામાં આવતું વળતર બોન્ડ ઇસ્યુ કરનાર કંપની કે સંસ્થાની બેલેન્સશીટ પર આધારિત છે. ક્યારેક આવા બોન્ડ પર નિશ્ચિત વળતર પણ હોઈ શકે. ગ્રીન બોન્ડને ક્લાઈમેટ બોન્ડ પણ કહેવાય છે.

મુખ્યત્વે આવા બોન્ડ દ્વારા લેવામાં આવતું ધિરાણ સસ્ટેઈનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી એફીસીઅન્સી, પ્રદુષણ અટકાવ, નવી ટેક્નોલોજીનો વિકાસ, પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ, કૃષિ, ફિશરીઝ, વન્યજીવન કે જંગલનું સંરક્ષણ જેવા પ્રોજેક્ટ માટે વાપરવામાં આવે છે. આવા પ્રોજેક્ટ સરકાર અને દેશ માટે ઉપયોગી હોવાથી તે સામાન્ય રીતે ટેક્સ ફ્રી હોય છે અને તેના પર મળતા વળતર પર ટેક્સ લાગતો નથી. તેવા પ્રોજેક્ટ ડેવલપ કરનાર કંપનીને પણ કેટલાક ફાયદા આપવામાં આવતા હોય છે જેથી કરીને પર્યાવરણ સંરક્ષણના ઉદેશ્યને પહોંચવામાં મદદ મળે.

વિશ્વમાં ગ્રીન બોન્ડ ઈશ્યુ કરવામાં વર્લ્ડ બેન્ક સૌથી મોખરે છે. ૨૦૧૨ના વર્ષમાં વિશ્વભરમાં કુલ ગ્રીન બોન્ડ માત્ર ૨.૬ બિલિયન ડોલરના ઈશ્યુ કરવામાં આવેલા અને ૨૦૧૭માં તે વધીને ૧૬૧ બિલિયન ડોલરના થઇ ગયા. ૨૦૧૯માં તેનું કુલ મૂલ્ય ૨૦૦ બિલિયન ડોલરથી વધી જાય તેવી શક્યતા છે.

ભારતે મસાલા બોન્ડ નામે રૂપિયામાં કિંમત નિશ્ચિત કરીને ગ્રીન બોન્ડ લંડન સ્ટોક એક્સચેન્જમાં મુખ્ય છે. કારણકે તેમની કિંમત ડોલર કે અન્ય નાણામાં નિશ્ચિત કરવાને બદલે રૂપિયામાં રાખવામાં આવી હોવાથી તેને મસાલા બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ મસાલા બોન્ડ પણ તેવા જ ઉદેશ્ય માટે ઈશ્યુ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા મસાલા બોન્ડ વર્લ્ડ બેન્કના સપોર્ટથી ઇન્ટરનેશનલ ફાઇનાન્શ્યલ ઇન્સ્ટિટ્યૂશન (IFC) દ્વારા ૨૦૧૪માં રજુ કરવામાં  આવેલા અને તેમાંથી ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ૧૦૦૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયેલા. ત્યાર બાદ IFC દ્વારા ઓગસ્ટ ૨૦૧૫માં ૩૧૫ કરોડ રૂપિયાના ગ્રીન મસાલા બોન્ડ ફરીથી રજુ થયા. જુલાઈ ૨૦૧૬માં HDFC પહેલી ખાનગી કંપની હતી જેને મસાલા બોન્ડ રજુ કરીને ૩૦૦૦ કરોડ રૂપિયા એકઠા કાર્ય. NTPC પ્રથમ જાહેર ક્ષેત્રની કંપની બની જેને ઓગસ્ટ ૨૦૧૬માં ગ્રીન મસાલા બોન્ડ રજુ કરીને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ૨૦૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ મેળવ્યું. કેરળ પ્રથમ રાજ્ય બન્યું જેને પોતાના ગ્રીન મસાલા બોન્ડ રજુ કર્યા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s