સમીર એક મોટી કંપનીના ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરીએ લાગ્યો. મિટિંગ માટે વિદેશ પ્રવાસ થયો અને ત્યાં પારકી ધરતી પર લોકો સાથે મુલાકાત દરમિયાન તેને ઘણી બાબતો અલગ લાગી. તેણે એક બે વાર જોક માર્યા પરંતુ કોઈ હસ્યું નહિ. તેમના વર્તન, વ્યવહાર, સંદર્ભ, સેન્સ ઓફ હ્યુમર અને રેફેરેંસિસ બધું જ સમીર માટે નવું હતું. જો કે તેનો IQ તો ખુબ સારો હતો તો પછી શા માટે તે વાતચીતના સંદર્ભને પકડી ન શક્યો? શા માટે તે સામેના લોકોના ટેસ્ટને સમજી ન શક્યો? કારણ એ હતું કે સમીરનો કલચરલ ક્વોશન્ટ (CQ) એટલો સારો ન હતો. ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) અને ઈમોશનલ ક્વોશન્ટ (EQ) જેવો જ એક કન્સેપટ છે કલચરલ ક્વોશન્ટ  (CQ).

પહેલા કાર્યક્ષેત્રમાં સફળ થવા માટે વ્યક્તિ કેટલી ઇન્ટેલીજન્ટ છે, બુદ્ધિશાળી છે અને કેવી તીક્ષ્ણ સમજ ધરાવે છે તે મહત્વનું ગણાતું અને તેનો માપદંડ નક્કી કરવા ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ માપવામાં આવતો. ત્યારબાદ બિઝનેસ અને મેનેજમેન્ટ ગુરુઓને સમજાવા લાગ્યું કે કોઈ ક્ષેત્રમાં સફળ થવા માટે વ્યક્તિએ માત્ર ઇન્ટેલીજન્ટ હોવું પૂરતું નથી. તેની સાથે સાથે તેણે સંવેદનશીલ પણ બનવું પડે છે કારણ કે સમાજમાં સૌની સાથે મળીને રહેવું, બીજા લોકો પાસેથી કામ લેવું હોય તો સંવેદનશીલતા દર્શાવવી પડે. એટલા માટે વ્યક્તિએ ઈમોશનલ હોવું જરૂરી છે, લોકોના ઇમોશનને સમજવા જરૂરી છે. તેનો માપદંડ નક્કી કરવા ઈમોશનલ ક્વોશન્ટનો કન્સેપટ આવ્યો.

હવે છેલ્લા કેટલાક વર્ષોથી, ખાસ કરીને વૈશ્વિકરણ વધતા જયારે કંપનીઓએ બીજા દેશોમાં કામ કરવું શરુ કર્યું ત્યારબાદ કલચરલ ક્વોશન્ટનો કન્સેપટ અસ્તિત્વમાં આવ્યો અને ખુબ ફેલાયો. વર્ષ ૨૦૦૨માં ક્રિસ્ટોફર અર્લી દ્વારા અને ત્યારબાદ ઈ.સ. ૨૦૦૩માં અર્લી સાથે મળીને સૂં આંગ દ્વારા આ કન્સેપટનો પાયો નખાયો. તેનો સંબંધ સાંસ્કૃતિક સંવેદનશીલતા સાથે સંકળાયેલો છે. આપણને ખબર પણ ન હોય અને સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે આપણે ક્યારે કોઈને નારાજ કરી દઈએ, કોઈને ખોટું લાગી જાય તેવું બને.

જેમ કે આપણે ત્યાં કોઈને મળીએ એટલે તેના હાલચાલ પૂછવા ઉપરાંત પત્ની અને બાળકો વિષે પણ પુછીયે. અરબ લોકોને તેમની પત્ની વિષે પૂછવું, તેમને કેટલી પત્ની કે કેટલા બાળકો છે એ પૂછવું અવિનયી ગણાય છે. તેવી જ રીતે અરબ સાથે બેઠા હોઈએ ત્યારે પગ પર પગ ચડાવીને બેસવું, બુટના તળિયા દેખાય તેમ બેસવું ઉદ્ધતાઈ ગણાય છે. અરબ સાથે આવેલી સ્ત્રીને શેક-હેન્ડ કરવા હાથ લંબાવવો કે તેની સાથે વધારે વાતોએ વળગવું પુરુષને નારાઝ કરી શકે.

તેવી જ રીતે યુરોપના દેશોમાં પણ તેમના પોતાના સાંસ્કૃતિક તરીકાઓ છે. તેમને પોતાનો પરિવાર સાથેનો સમય ખુબ અંગત અને ખાસ લાગે છે. કામેથી ઘરે ગયા બાદ તેમને ડિસ્ટર્બ કરવાથી તેઓ નારાઝ થઇ શકે છે. અહીં સમાનતાની ભાવના એવી રીતે પ્રવર્તે છે કે બોસ અને કર્મચારી એકબીજાને પ્રથમ નામથી બોલાવે છે. સર કે મેડમ કહેવાનો રિવાજ પ્રચલિત નથી. ઉપરાંત ઉપરાધીકારીને પ્રશ્ન પૂછવો અયોગ્ય મનાતું નથી. બોસ તેના હાથ નીચે કામ કરતા લોકોને ગુસ્સાથી બોલી શકે નહિ. અહીં નિયમ અને કાનૂન સૌને માટે સરખા મનાય છે. એવું બને કે મેયરના ઘરે પણ મ્યુનિસિપાલિટીના કર્મચારી આવીને ચેકીંગ કરી જાય અને કઈ અયોગ્ય જણાય તો દંડ પણ કરે.

આવી સાંસ્કૃતિક વિશેષતાઓને કારણે એક દેશની વ્યક્તિ કે કંપની બીજા દેશમાં જાય ત્યારે જાણતા અજાણતા સ્થાનિક લોકોને નારાઝ ન કરી દે, તેમની સામે અવિનયી ગણાય તેવું વર્તન ન કરે એટલા માટે કલચરલ ક્વોશન્ટ વિકસાવવો જરૂરી છે. માટે જ આજના સમયમાં કલચરલ ક્વોશન્ટ વધારે મહત્વનો બની રહ્યો છે અને નવો બિઝનેસ સેટ અપ કરતી કંપનીઓ પોતાના કર્મચારીઓને સાંસ્કૃતિક વૈવિધ્યથી પરિચિત કરાવવા કલચરલ ક્વોશન્ટના ક્લાસ લે છે, કાઉન્સેલિંગ રાખે છે. આવા જ સાંસ્કૃતિક વૈવિધ્ય થોડા ઘણા અંશે આપણી વચ્ચે પણ પ્રવર્તતા હોય છે. તેને ઓળખાવા એક પ્રયત્ન કરી શકાય. 

One thought on “કલ્ચરલ ક્વોશન્ટ (CQ) વિક્સાવ્યા વિના નહિ ચાલે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s