યુકેમાં અને ખાસ કરીને લંડનમાં લગભગ વિશ્વના દરેક ખૂણામાંથી આવેલા લોકો જોવા મળે છે. યુકેમાં ભારતીયોની સંખ્યા તો પંદરેક લાખ જેટલી છે અને એટલે ભારતીય તહેવારો તો અહીં ધામધૂમથી ઉજવાય છે પરંતુ ચીનના લોકો પણ લગભગ ચારેક લાખ જેટલા છે. લંડનમાં પણ ચાઈના ટાઉન નામે ઓળખાતો વિસ્તાર છે જ્યાં મોટાભાગના ચાઈનીઝ રેસ્ટોરન્ટ આવેલા છે. ચીની લોકોનો સૌથી મોટો તહેવાર નવું વર્ષ 26મી જાન્યુઆરીના દિવસે હતો. ટ્રફાલ્ગર સ્કવેર પર લાલ રંગના કાગળના સુશોભનો કરવામાં આવ્યા છે અને ચીની સ્ટોલ લગાવેલા છે. 26મી જાન્યુઆરીના દિવસે તો સવારે દશ વાગ્યાથી એક વાગ્યા સુધી એક સરઘસ પણ નીકળેલું જેમાં ડ્રેગન અને બીજા ચીની પ્રતીકો રાખેલા હતા.

ચીની લોકો દરવર્ષે 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચેના કોઈ એક દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. આ દિવસ ચંદ્રના આધારે નક્કી થાય છે. મોટાભાગના પ્રાચીન કેલેન્ડરની માફક ચીની કેલેન્ડર પણ ચંદ્ર પર આધારિત છે. દર વર્ષે એક પ્રતીક તેની સાથે સંકળાયેલ હોય છે. આ વર્ષનો પ્રતીક ઉંદર છે એટલે બધી જગ્યાએ લાલ રંગમાં ઉંદર બનાવેલો જોવા મળે છે. ચીની નવું વર્ષ અને તેની સાથે સંકળાયેલા પ્રતીકની સંકલ્પના ખુબ સુંદર છે. બાર રાશિની જેમ બાર વર્ષનું એક ચક્ર છે. તેની સાથે ચીનના પાંચ મહાભૂત – લાકડું, આગ, જમીન, ધાતુ અને પાણી – ને યાંગ અને યિ એવી બે પરસ્પર વિરુદ્ધ પરિકલ્પના સાથે સાંકળવામાં આવે છે. એટલે એક વર્ષે લાકડું – યાંગ તો પછીના વર્ષે લાકડું – યિ એવી જોડી બને છે. આ રીતે પાંચેય મહાભૂતને યાંગ અને યિ સાથે સાંકળીને દશ વર્ષનું ચક્ર બને છે. આ આખું સાઇકલ 60 વર્ષે પૂરું થાય છે અને બાર રાશિના પ્રતીકો પણ દર 60 વર્ષે પુનરાવર્તિત થાય છે.

ચીનની જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્ર પણ ખુબ પ્રાચીન છે અને તે નેચર સાથે સંકળાયેલા છે. ચીની લોકો મોડર્ન તો બન્યા છે પરંતુ તેમના ક્લચર સાથે ખુબ તાદાત્મ્ય અનુભવે છે તે લંડનમાં થયેલા તેમના નવા વર્ષના સેલિબ્રેશનથી જાણવા મળે છે. ચીનનું નવું વર્ષ માત્ર ચીન જ નહિ પરંતુ આસપાસના દરેક દેશ જેમ કે વિયેતનામ, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને કેટલાક દક્ષિણ એશિયાના દેશોમાં પણ ઉજવાય છે.

લંડન તો બધી જ સંસ્કૃતિને સમ્માન કરે છે અને તેમને ઉજવણી કરવાની પરવાનગી આપે છે. સરકારના ઉદાર નિયમો અને પ્રજાની સહિષ્ણુતાને કારણે આ રીતનો સાંસ્કૃતિક વિકાસ અને સમન્વય શક્ય બન્યો છે. જો કે આ રીતે જયારે લંડનમાં સાંસ્કૃતિક આદાનપ્રદાનના પ્રસંગો ચીની નવા વર્ષેના સ્વરૂપે ઉજવાઈ રહ્યા હતા ત્યારે ભારતીય ઉચ્ચાયોગમાં 71માં પ્રજાસત્તાક દિવસ નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ભારતીય સમુદાયના લોકોએ પણ ઠેરઠેર ધ્વજવંદનનું આયોજન કર્યું હતું.

One thought on “લંડનમાં ચાઈનીઝ ન્યુ યર

  1. Khub Saras.. Information with Saral language.. England are always best due to their value of international human ground

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s