આફ્રિકા ખંડને ઘણીવાર ‘માતૃ ખંડ’ એટલે કે મધર કોન્ટિનેન્ટ પણ કહેવામાં આવે છે કેમ કે અહીં લગભગ ૫ મિલિયન (પચાસ લાખ) વર્ષોથી અહીં જીવન વસેલું છે અને પૃથ્વી પર સૌથી પહેલા અહીં માનવજાતના પૂર્વજો રહેતા હોવાના પુરાવા છે. આ ખંડ વિશ્વમાં બીજો સૌથો મોટો ભૂમિ ખંડ છે અને તેની બરાબર વચ્ચેથી વિષુવવૃત નીકળે છે. ખંડણી ચારેય તરફ પાણી છે. એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, ભૂમધ્ય સાગર અને રાતો સાગર આફ્રિકાની ભૂમિને પખાળે છે.

આ ખંડના અનેક પાસા છે. આટલા વિશાલ ભૂમિ પ્રદેશનો ૨૫% જેટલો હિસ્સો તો સહારાનું રણ આવરી લે છે. લગભગ ૮૫ લાખ ચોરસ કીમીમાં ફેલાયેલું આ રણ વિશ્વનો સૌથી મોટો રેતાળ પ્રદેશ છે અને તેનું કદ બ્રાઝીલ સાથે સરખાવી શકાય તેટલું છે. આ ખંડનું કુલ ક્ષેત્રફળ ૩૦.૩૭ મિલિયન એટલે કે ત્રણ કરોડ ચોરસ કિમિ જેટલું છે. આટલા વિસ્તવમાં ૧.૩ બિલિયન જેટલા લોકો રહે છે. ભારતની વસ્તી પણ ૧.૩ બિલિયનથી થોડી વધારે છે અને આપનો વિસ્તાર ૩.૨ મિલિયન ચોરસ કિમિ જેટલો છે. એ રીતે જોતા આફ્રિકામાં અર્પણ જેટલી જ વસ્તી છે પરંતુ તે આપણા કરતા નવ ગણો મોટો વિસ્તાર ધરાવે છે. એક રીતે તો જોઈએ તો આપણા દેશના ૭૫% જેટલા વિસ્તાર જેટલો મોટો તો માત્ર સહરાનો રણ પ્રદેશ છે.

આફ્રિકા ખંડમાં ૫૪ દેશ છે અને તેમની વચ્ચે કેટલીયવાર ઘણું સમય પણ જોવા મળે છે. આ ખંડ ઇતિહાસમાં અનેક પ્રકારના શોષણનો ભોગ બનેલો છે. અહીંની ગુલમોનો વ્યાપાર થતો અને અહીંની ખનીજ સંપત્તિનું પણ ખુબ શોષણ થયું છે. મોટાભાગના આફ્રિકાના દેશો બ્રિટિશ કે ફ્રેન્ચ સરકારના ગુલામ રહ્યા છે એટલા માટે અહીંના દેશોમાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા બોલાય છે. મોઝામ્બિકમાં પોર્ટુગીઝ ભાષા બોલાય છે કેમ કે તેના પર પોર્ટુગલનું શાષન હતું. અહીંના લોકો હજુ પણ ગરીબીમાં જીવે છે પરંતુ સાંસ્કૃતિક રીતે તેઓ ખુબ સમૃદ્ધ છે. અહીંની રણ સિવાયની જમીન પણ ખુબ જ ફળદ્રુપ છે અને એટલા માટે કેટલાય વિસ્તારોમાં જંગલ આવેલા છે. કોંગોમાં આવેલા વરસાદી જંગલો બ્રાઝિલના અમેઝોનના જંગલો બાદ સૌથી મોટા વરસાદી જંગલો છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં આ પ્રકારના જંગલો છે.

આફ્રિકા ખંડ સાથે ભારતનો સંબંધ ઘણો જૂનો છે. ખાસ કરીને પૂર્વ આફ્રિકા સાથે. આજથી પાંચસો – હજાર વર્ષ પહેલા પણ ભારતના પશ્ચિમ કિનારા અને આફ્રિકાના પૂર્વ કિનારા વચ્ચે વહાણવટું ચાલતું હતું. ગુજરાતમાંથી લોકો વહાણ લઈને વેપાર કરવા કેન્યા, સોમાલિયા, તાન્ઝાનિયા, મોઝામ્બિક વગેરે દેશોમાં આવતા હતા. ભારતના લોકોને પહેલાથી જ આ માર્ગ વિષે જ્ઞાન હતું. કેટલાય લોકો તો આ વિસ્તારમાં ત્યારથી જ સ્થાયી થયેલા છે. તેઓ હજુ પણ ગુજરાતી બોલે છે અને પોતાની ગુજરાતી પરંપરા જાળવે છે. ઘણા લોકોની તો અનેક પેઢીઓ અહીં જ વીતી છે અને તેઓ પોતાના વતનને જોવા અને સમજવા હવે ગુજરાતની મુલાકાત લેતા હોય છે.

આફ્રિકાના લોકો ટ્રાઇબલ – વનવાસી પદ્ધતિને આજે પણ અનુસરે છે. તેમની જીવનશૈલી ગમે તેટલી આધુનિક થઇ જાય પરંતુ તેમનું પોતાના કબીલા અને જતી પ્રત્યેનું તાદાત્મ્ય બન્યું રહે છે. વળી આ ટ્રાઈબ વચ્ચે દુશ્મની પણ હોય છે જેને કારણે કેટલાય દેશોમાં આજે પણ ટ્રાઇબલ વોર ચાલે છે અને સ્થિર સરકારની સ્થાપના થઇ શક્તિ નથી. આજે પણ કેટલાય લોકો ટ્રાઇબલ વોરમાં હિંસાનો સહારો લે છે અને સંહાર નોતરે છે. કેટલાય ટ્રાઇબલ ગ્રુપ કે જે હિંસાત્મક પગલાં ઉઠાવી રહ્યા છે તેઓએ આતંકવાદનો સહારો પણ લીધો છે જેમ કે સોમાલિયામાં અલ શબાબ નામનું જૂથ અલ કાયદા સાથે સમ્બન્ધ ધરાવે છે.

આફ્રિકા રહસ્યમય ખંડ છે અને તેના વિષે કેટલીય રસપ્રદ વાતો જાણવા જેવી છે. સામાન્યરીતે આ ખંડ વિષે આપણે ત્યાં કેટલીય માન્યતાઓ વધારે પ્રવર્તે છે પરંતુ ઘણીવાર સત્ય તેનાથી અલગ હોય છે.

Don’t miss new articles