પ્રેમ મંદિર

 
પહાડની વિશાળ ગોદમાં, 
ઘટાની હરિયાળી ધરતી; 
પ્રફુલ્લીત વાતાવરણમાં, 
પંખીઓનો મધુર કલરવ;


એવાં સ્થળે મારું ઘર હોય , 
હોય ભલે એ નાનું અમથું;
પરંતું સ્વચ્છ અને સુન્દર હોય .


આંગણા મહિં તુલસીનો ક્યારો ,
છોડની ડાળી ગુલાબ લચતી,
હોય સામે મોટો વડ પ્યારો ,
લાંબી તેની વડવાઇ જુલતી .


આવા મારા તે ઘરમાં,
રહે સદા પ્રેમ તરંગો વહેતી .
સુખ દુ:ખ માં પણ સદા રહે 
તેમાં આવરણ પ્રેમનું.


દુનિયાથી દૂર જોઈએ
મારે તે મંજીલ મારી ;
હોય જો આવું ઘર મારું
તો કહે તેને સૌ “પ્રેમ મંદિર”

 

– રોહિત વઢવાણા  (1996)

નજર જોઈએ જોવા માટેનજર જોઈએ જોવા માટે, સુંદરતાની ક્યાં કમી છે ?
પહેલી જ નજરે જોતાં, તેની  હરેક અદા મને ગમી છે.


ડંસ્યો તેનો પાણી ન માંગે, તે કોઈ વિશકન્યા સમી છે.
નજર જોઈએ જોવા માટે, સુંદરતાની ક્યાં કમી છે ?


મોત તો સ્વીકારી જ લઇશું જો તેને હાથે મળે ;
પરંતું જિન્દગી તેના વિના ગુજારવી વસમી છે.


તે કાતીલ છે, છે કાતિલાના તેનો અન્દાજ;  છતાં 
મારી આંખો તેની સથે મોતનો ખેલ રમી છે.


હવે સમજ્યો છું કે તેની નજર પામવી અશક્ય છે;
કેમકે, તે દેવતાઓને દૂર્લભ એવું અમ્રુત યાને અમી છે.


તેના હરેક ખ્યાલમાં દિલ – જિગર ઘવાયું છે 
છતા, તેની એક એક અદા મને લાગી મરહમી છે.


તેની યાદોથી તડપું છું છતાં યાદ રાખવા ઇચ્છુ છું
કેમકે તેની યાદો સંગીતમય યાને સરગમી છે.

નજર જોઈએ જોવા માટે, સુંદરતાની ક્યાં કમી છે ?
– રોહિત વઢવાણા (1997)