લેખક અને વાંચકોનો વિષય અને વિચારોનો નાતો

આ વર્ષનો આ અંતિમ લેખ. આખું વર્ષ વીત્યું અને આપણે શબ્દોના સથવારે એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા. સમયે સમયે આવેલા વિચારોની અભિવ્યક્તિ થતી રહી અને તેની સાથે કેટલાય વાંચકોના મનમાં પણ નવા વિચારોના બીજ રોપાયા હશે અથવા તો તેઓની માન્યતા અને ધારણા સાથે સરખાવાયા હશે. જે રીતે લેખક અને વાંચક બંને એકબીજાને સમય સાથે ઓળખાતા અને સમજતા જાય છે તે રીતે શબ્દોનો સેતુ મજબૂત થતો જાય છે. જીવનમાં આપણી સામે અનેક માર્ગ હોય છે અને તે પૈકી આપણે કોઈ એકાદ માર્ગે ચાલવાનું પસંદ કરીયે છીએ તેવી જ રીતે વાંચકની સામે આવતી વાંચન સામગ્રીમાંથી કઈ મનમાં રાખવી અને કઈ ત્યજી દેવી તે નક્કી કરે છે. લેખક પણ દરેક અઠવાડિયે તેના મનમાં આવેલા અનેક વિચારો પૈકી ક્યાં વિચારને પ્રાધાન્ય આપીને તેના પણ આર્ટિકલ લખવો અને બીજા વિચારોને જતા કરવા તે નક્કી કરવા મથતો હોય છે.

દરેક લેખકના આર્ટિકલમાં પ્રસ્તુત વિચારો ક્યારેક સમકાલીન હોય છે તો ક્યારેક દાર્શનિક કે ઐતિહાસિક. ખાસ કરીને જેની સામે વિષયની મર્યાદા છે તેવા કટારલેખકો માટે એ કપરું કામ બની જાય છે કે તેઓ ક્યાં જનસામાન્ય વિષયને પસંદ કરે જે લોકોના જીવન સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલો તો હોય તેમ છતાં પણ તે પુનરાવર્તન કોઈ રીતે કંટાળાજનક ન બને. આખરે દરેક વ્યક્તિ પાસે અનેક દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા માહિતી અને મનોરંજન પહોંચી રહ્યું હોય છે તો પછી શા માટે એક જ વાતને વારંવાર વાંચે? શ્રુષ્ટિનું સર્જન થયું ત્યારથી આજ સુધી જે વિષયો અંગે વાત થઇ હશે તે કેટલીયવાર પુનરાવર્તિત થયા હશે, એક જ લેખકે પણ કોઈ વિષય પર અનેકવખત લખ્યું હશે, એક જ વાંચકે કોઈ મુદ્દા પર અનેક પુસ્તકો વાંચ્યા હોય તેવું બને પરંતુ તેમ છતાં પણ લેખક અને વાંચક ફરી ફરીને લખતા-વાંચતા રહે છે તેનું કારણ વ્યક્તિગત નાવીન્ય છે. લેખક એક જ વિષયને અલગ અલગ વખત ભિન્ન ભિન્ન રીતે રજુ કરે છે, વાંચક પણ તેનું દરેક વખતે જુદું જુદું અર્થઘટન કરે છે. લખેલા શબ્દો લેખક અને વાંચકને એ સ્વતંત્રતા આપે છે કે બંને પોતાના મનમાં ચાલતા ભાવોને વ્યક્ત કરી શકે અને પોતાની સ્થિતિ, અનુભવ અને મૂડ અનુસાર સમજી શકે.

આ વાત કરવાનું તાત્પર્ય એ છે કે આખા વર્ષ દરમિયાન વાગોળેલા વિચારોને હવે સમેટવાનો વખત આવ્યો છે અને એ જોવાનું રહ્યું કે આવતા વર્ષે શું સ્થિતિ હશે? આપણી આસપાસ બનતી ઘટનાઓના આધારે આપણે કેવા મુદ્દાઓ વિષે વાત કરીશું? તત્કાલીન કે પછી દાર્શનિક, આધ્યાત્મિક કે ઐતિહાસિક – ક્યાં વિષયો આપણને વર્ષ દરમિયાન વ્યસ્ત રાખશે? આમ તો જે રીતે છેલ્લી બે ક્રિસ્મસ અને નવા વર્ષમાં આપણે મહામારીના ભયમાં જીવીએ છીએ તે જોતા એવું લાગે છે કે થોડીઘણી સાવચેતી આવનારા વર્ષમાં પણ રાખવી પડશે પરંતુ તેની સામે માનવ રોગ પ્રતીકારકતા તથા તબીબી મદદ કેટલી અસરકારક રહેશે તે સમય જ બતાવશે. ઉત્સાહની વાત એ છે કે આ સ્થિતિમાં પણ આપણો વિશ્વાસ જળવાઈ રહ્યો છે, જુસ્સો મક્કમ રહ્યો છે અને આપણે ભવિષ્ય તરફ આશાવાદી નજર રાખી શક્ય છીએ.

નવા વર્ષને આવકારતા પહેલા જે આખરી સપ્તાહ આ વર્ષનું બચ્યું છે તેને ખુબ સારી રીતે વીતાવીયે, આખા વર્ષનું સરવૈયું કાઢીયે અને આવનારા વર્ષ માટે માનસિક તૈયારી કરીએ. નવા વિચારો અને ઉમ્મીદોથી આવનારું વર્ષ વધારે માહિતીપૂર્ણ, રસપ્રદ અને મનોરંજક બનાવીએ. વૈવિધ્ય કેળવીએ અને માનસિક તેમજ વૈચારિક ક્ષમતાનો વિકાસ કરીએ તેવી શુભેચ્છા સાથે – મેરી ક્રિસ્મસ અને હેપી ન્યુ યર.

Missing the deadline? What will you do?

Have you ever come across a situation when the deadline is looming large over your head and the task is yet not ready for delivery? In such a situation, there are two kinds of approaches that different people take. One possibility is to extend the deadline to deliver the task later. Another chance is to put in all the available resources and handover whatever best is possible in the given time. In both these approaches, there are positives and negatives. In the first one, we can buy more time to deliver a kind of result we would have wanted to, or was expected from us. In the second method, we at least meet the timeline and deliver something – which might be a workable solution and if required can be improvised later.

In the time of ‘everything needed urgently’, it is really difficult to meet deadline for each and every mundane task. At this point, we have a choice – either to deliver or not. In case nothing is delivered, whole chain of action is disturbed. But delivering a workable result in time might help the next order of event to maintain the schedule. Therefore, in the tasks which are part of a whole big series of projects, it is always better to produce a good possible result in the timeline – rather than waiting to have the best outcome later. It should be remembered that good is not an enemy of the best, rather it is a step towards it. Something is always better than nothing in most of the situations.

Quality is still valued by people. There are eyes which can look at the fine details and appreciate the efforts behind it. Some projects require best of the possible outcomes which meets expected characteristics. Rushing to meet the deadline may actually jeopardise the whole intention behind that design. In case you are working on such a task, better to request for more time than pushing forward something that is average. In fact no piece of art has been created in a pre-decided block of time. Most of the brilliant authors and painters have never adhered to timeline. Many of the people who have given more significance to quality have denied to be abided by a time bound approach. How creativity can be invoked in a day job? In such projects, extending timeline, missing the deadline, and working for the best output is a better strategy.

To sum up, in some of the projects, time is of essense while in others quality is of utmost importance. If one is able to identify the nature of the task and decide what is expected within certain period, it becomes easy to deliver the final result. Maintain timeline where the outcome is time bound, but where the product in itself is the result, quality should be focused on. Difficult to give a tailor made final formula that fits all situations, but it is logical and certain that most of the events and projects could be categorised in these two types: time sensitive and quality sensitive. So, next time, when you are about to miss the deadline, see whether it is a time sensitive or a quality sensitive project and decide your approach towards outcome accordingly.