મેગન માર્કેલ અને પ્રિન્સ હેરી સાથે નેટફ્લિક્સ દ્વારા ૧૦૦ બિલિયન ડોલરનો કોન્ટ્રાકટ સાઈન કરવામાં આવ્યો છે જેના હેઠળ આવનારા કેટલાક વર્ષો દરમિયાન આ દંપતી દ્વારા નેટફ્લિક્સ માટે કન્ટેન્ટ તૈયાર કરવામાં આવશે. હવે આ કન્ટેન્ટ શું હશે તેના અંગે તો કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. સ્ટાર દંપતી તેમના અનુભવો પરથી કઈ બનાવશે? બ્રિટિશ રાજપરિવાર ઉપર કઈ નવું લાવશે? કે જેમ હમણાં મેગન મર્કેલની જીવનકથાનું પુસ્તક આવ્યું તેમ ફરીથી એવું જ કૈંક નેટફ્લિક્સ પર આવશે તે ખબર નથી. પરંતુ તેમનું આકર્ષણ બ્રિટનમાં, અમેરિકામાં અને કેનેડામાં નેટફ્લિક્સના ગ્રાહકો વધારશે તે નક્કી છે. 

'ફાઈન્ડીંગ ફ્રીડમ: હેરી એન્ડ મેગાન એન્ડ મેકિંગ ઓફ અ મોડર્ન રોયલ ફેમિલી' તાજેતરમાં પબ્લિશ થયેલી પ્રિન્સ હેરી અને મેગાન માર્કલની બાયોગ્રાફી છે. તેને કોરોલિન ડુરાંડ અને ઓમિદ સ્કૂબીએ મળીને લખી છે. 
- આમ તો મેગાન પર અનેક જીવનકથાઓ લખાઈ છે પરંતુ આ યુગલે રાજપરિવાર છોડ્યો ત્યારબાદની આ બાયોગ્રાફી લગભગ તેમના સહકાર અને અંગત માહિતીના આધારે લખાયેલી હોવાનું મનાય છે. 
- મેગાનની મહારાણી સાથેની પ્રથમ સફર દરમિયાન મહારાણીએ તેને રાજપરિવાર અને તેની પરંપરા અંગે માર્ગદર્શન આપેલું અને તેને મોતી-હીરા વાળા ઇઅરિંગ ગિફ્ટમાં આપેલા. 
ચાન્સલર ઓફ એક્સચેકર રિશી શુનકનું 'ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ' તો પૂરું થઇ ગયું અને રેસ્ટોરન્ટનો ધંધો આ સ્કીમને કારણે વધી ગયેલો. પણ હવે ફરીથી તે જળવાઈ રહેશે કે કેમ તે જોવું રહ્યું. કેટલાય રેસ્ટોરન્ટ તો બંધ થઇ જ ગયા છે અને કેટલાય હજી ખુલ્યા નથી. આવી સ્થિતિમાં એક કોફી-સેન્ડવીચ-સલાડ જેવી વસ્તુઓ વેચતી ફૂડ શોપની મોટી યુરોપીઅન ચેઇન પેટ માન્ગેર દ્વારા નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી. પ્રેટ માન્ગેર ઓફિસ જતા લોકો માટે બ્રેકફાસ્ટ અને સલાડ કે સેન્ડવીચ જેવું સિમ્પલ લંચ આપનારી માનીતી બ્રાન્ડ છે જે લગભગ બધા ઓફિસ વિસ્તારોમાં જોવા મળે છે. તેણે ૨૦ પાઉન્ડ મહિનાના દરે કોફી સબસ્ક્રિપશન શરુ કર્યું છે. મહિનાનાં ૨૦ પાઉન્ડના લવાજમથી લોકો દિવસમાં પાંચ વખત કોફી કે અન્ય પીણું લઇ શકે. આમ જોઈએ તો એક કોફી અઢી-ત્રણ પાઉન્ડની હોય એટલે જે લોકો રોજ અહીંથી કોફી કે બીજું કોઈ ડ્રિન્ક લેતા હોય તેમના માટે તો આ ખુબ વ્યાજબી થઇ જાય. વળી પહેલો મહિનો તદ્દન મફત. બીજા મહીનેથી ૨૦ પાઉન્ડ ભરવાના. કેટલાય લોકોએ આ સબસ્ક્રિપ્શન લઇ લીધું છે. 

આવા નવા નવા તરીકા અજમાવીને લોકોએ પોતાનો બિઝનેશ ચાલતો રહે તેવા પ્રયત્નો આદર્યા છે. હવે જો કે રસ્તા પર ટ્રાફિક ફરીથી વધવા મંડ્યો છે. તેનું એક કારણ એ હોઈ શકે કે લોકોને ઓફિસે પરત આવવા પ્રોત્સાહન આપે રહ્યું છે અને બીજું કારણ એ હોઈ શકે કે હજીયે કોરોનનો ડર ગયો ન હોવાથી લોકો બસમાં અને ટ્રેનમાં સફર કરતા અચકાય છે અને એટલા માટે જેને પણ અનુકૂળતા હોય તેઓ પોતાની કાર લઈને આવતા થયા હશે. ઉપરાંત ઘણા રસ્તાઓનો અમુક હિસ્સો સાઈકલિંગ લેનમાં બદલી નાખવાથી રસ્તાઓ સાંકળા થયા છે. ત્રીજું કારણ એ પણ છે કે બસમાં હમણાં કોરોનાને કારણે એક સીટ પર એક જ વ્યક્તિ બેસે તેવી વ્યવસ્થા છે. એટલે જો સીટ ખાલી ન હોય તો ડ્રાઈવર બસમાં મુસાફરને ચડવા જ ન દે. આવી સાવચેતીનો ફાયદો ઘણો થયો છે. કેસ ઓછા થયા હતા, પરંતુ ફરીથી પ્રવૃત્તિ વધતા કેસોમાં વધારો નોંધાયો છે. 


હાલમાં નોંધાયેલા વધારાને કારણે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે એવો નિયમ બનાવ્યો છે કે કોઈ સ્થળે છ થી વધારે લોકો એકઠા ન મળે. એટલે કે રેસ્ટોરન્ટમાં જાવ તો એક ટેબલ પર એકસાથે છ લોકો બેસી શકે. તેનાથી વધારે લોકોએ રેસ્ટોરન્ટમાં કે ઘરમાં મળવું નહિ. બીજો વેવ આવવાના ચાન્સને લઈને આ નિયમનો અમલ કરાવવાનું શરુ થયું છે. લોકો ખુલીને બહાર નીકળવા લાગેલા અને તેમાં ફરીથી આવો નિયમ આવ્યો એટલે તેમને થોડું કપરું થયું છે. પબમાં પણ હવે લોકો દેખાવા મંડ્યા છે.

Don’t miss new articles