આમ તો સલાહ આપવામાં સૌ કોઈ આગળ હોય. એમાંય લેખકો અને વક્તાઓનું તો કામ જ સલાહ આપવાનું. એટલે આપ્યા કરે. પણ અનુભવ પરથી, અખતરાઓ કરી કરીને, અમલ કર્યા પછી સલાહ આપે તો તેનો કોઈ અર્થ નીકળે. નહીંતર બધાય બોલે કે સવારે વહેલા ઊઠવું અને કસરત કરવી તંદુરસ્તિવર્ધક છે. પણ તેને પોતાને બે કિલોમીટર ચાલતા શ્વાસ ચડી જતો હોય તો બીજાને કહેવાનો શો અર્થ? તેમ છતાંય મારુ માનવું છે કે સલાહ સાંભળી લેવી જોઈએ. તેમાંથી જે યોગ્ય લાગે તે અપનાવી પણ લેવી.

આટલી ભૂમિકા બાંધીને હવે મારી સલાહ શરુ કરું. ૨૦૧૯નું આખું વર્ષ વીત્યું. રાજકારણ, સમાજ, વિજ્ઞાન, રમતગમત અને કલાના ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની ગઈ. તમારા અંગત જીવનમાં પણ ઘણી સારી-નરસી ઘટનાઓ બનતી રહી હશે. એક નિરપેક્ષ અવલોકનકર્તા તરીકે આપણે તેનું વિશ્લેષણ કરીએ અને તેમાંથી કૈક શીખવાની કોશિશ કરીએ તો થોડા ઘણા ઉપયોગી તારણો પર આવી શકીએ. મારા ૨૦૧૯ના વિશ્લેષણમાંથી ત્રણ મુખ્ય લેશન્સ – પાઠ શીખવા જેવા છે.

૧. ફ્લેક્સિબલ અને પરિવર્તનક્ષમ રહેવું: ક્યારેય બધુંય આપણું ધાર્યું થાય તેવું શક્ય નથી. પરિસ્થિતિ અને માણસો બદલાય છે. ઘણીવાર લોકો બોલીને ફરી જાય તેવું પણ બને. ક્યારેક કરેલા વાયદા લોકો તોડી નાખે. ક્યારેક આપણી પોતાની પરિસ્થિતિ પણ બદલાય અને આપણે પણ પરિવર્તન સ્વીકારવું પડે. આવી બદલાતી પરિસ્થિતિઓ અને પરિબળોની સામે પણ પોતાના ધ્યેયને વળગી રહેવા, સફળ થવા અને પોતાના નિશ્ચિત કામને પુરા કરવા ફ્લેક્સિબિલિટી રાખવી જરૂરી છે. પરિવર્તનક્ષમતા વિકસાવવી જરૂરી છે. જે લોકો પોતાની જાતને નવી પરિસ્થિતિ માટે તૈયાર નથી કરી શકતા તેઓને ખુબ મુશ્કેલી પડે છે. ખાસ કરીને આજના ઝડપથી બદલાતા જમાનામાં. એટલે પરિવર્તનક્ષમ બનવું આવશ્યક છે.

૨. રચનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી વિકસાવવી: આજે કોઈ જ પ્રોબ્લેમનું સોલ્યુશન સીધું અને સરળ હોતું નથી. અને જો ઉકેલ એટલો જ સરળ હોય તો પ્રોબ્લેમ થાય જ શા માટે? તેવી જ રીતે લોકોને પણ પ્રચલિત અને પરંપરાગત કઈ ગમતું નથી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થતા રોજના લાખો ફોટાઓ અને પોસ્ટમાં પોતાનું કૈક નવીન હોવું જોઈએ, લોકોથી અલગ હોવું જોઈએ, તેવી ઈચ્છા લોકોમાં જાગી છે. આ નાવિન્યની ઝંખના દરેક ક્ષેત્રે પ્રવેશી છે. બિઝનેસ પણ પરંપરાગત રીતે ચાલતા નથી. સંબંધો પણ સરળતાથી ચાલતા હોય તો લોકો તેને બોરિંગ માને છે. આવી સ્થિતિમાં પોતાના વ્યક્તિત્વમાં, વિચારમાં અને આવડતમાં થોડી રચનાત્મકતા વિકસાવવી જરૂરી થઇ પડે છે. ચા વેચનારને પણ અલગ અલગ ફ્લેવરની ચા બનાવવી પડે છે. પાણીપુરીના ફ્લેવર બદલવા પડે છે. જૈનોની વાનગી ગણાતા ખાખરા પણ ચિકન ફ્લેવરના બનવા લાગ્યા છે, પછી ભલે જૈન તે ન ખાય. રચનાત્મકતા, ક્રિએટિવિટી જે તે ક્ષેત્ર પ્રમાણે નક્કી થાય. પણ વાત એ છે કે એકેય ક્ષેત્ર બચ્યું નથી જ્યાં ક્રિએટિવિટી વિના ચાલી જાય. એટલા માટે ૨૦૧૯માંથી શીખેલો બીજો પાઠ એ છે કે ક્રિએટિવ બનો.

૩. રેઝિલિયન્સ – સ્થિતિસ્થાપકતા રાખવી: સ્થિતિ અનુસાર પરિવર્તન પામતા શીખી લઈએ, જરૂરી રચનાત્મકતાથી પોતાના જીવન, સંબંધ અને બિઝનેસ કે આવડતને નિખારતા જઈએ તો પણ કોઈ અણધારી આફત આવી ચડે તો? શક્ય છે કે આકસ્મિક કે કુદરતી રીતે જ કોઈ પ્રતિકૂળતા ઉભી થાય. તો શું કરવું? બસ જે કરતા હોઈએ તે કરતા રહેવું. એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ટકી રહેવા પૂરતી સ્થિતિસ્થાપકતા વિકસાવી લેવી. ભાર માથે પડે તો દબાઈ જઈએ પણ જેવી તક મળે કે તરત પોતાની ઊંચાઈ હાંસલ કરી લઈએ તેવી સ્પ્રિંગ જેવી રેઝિલિયન્સ – સ્થિતિસ્થાપક વિકસાવવી જરૂરી છે. એક વાર તકલીફ આવી, પરિસ્થિતિ વણસી ગઈ એટલે હંમેશા ડરીને રહેવું, ફરીથી પ્રયત્ન ન કરવો, એવી રીતે નાસીપાસ ન થવું. બજારમાં મંદી હોય, ધંધો ઘટી ગયો હોય તો થોડો સમય રાહ જોઈ લેવી અને તક મળે ત્યારે ફરીથી બિઝનેસ વધારવા જેવી છલાંગ મારવાની હિમ્મત રાખવી. સંબંધમાં કડવાશ આવી ગઈ હોય, પહેલા જેવો પ્રેમ કે સ્નેહ ન દેખાતો હોય, સામેની વ્યક્તિ કડવાહટ ધરાવતી હોય તો ખમી જવું, સમય આપવો અને મૂડ બદલાય, પરિસ્થિતિ સુધારે ત્યારે ફરીથી સંબંધ સારા બને તેના માટે પ્રયત્ન કરવો. ઘાંસની જેમ હાથીના પગ નીચે દબાયા પછી પણ જીવી લેવાની આવડત કેળવવી.

આ ત્રણેય લેશન – પાઠ ૨૦૧૯ના વર્ષે આપ્યા છે. સામાન્ય જીવન હોય કે મોટા મહત્વાકાંક્ષી નિર્ણય – ફ્લેક્સિબિલિટી, ક્રિએટિવિટી અને રીઝિલિયન્સ એટલે કે લચીલાપણું/પરિવર્તનક્ષમતા, રચનાત્મકતા અને સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા.

One thought on “2019ની ત્રણ શિખામણ આગળ પણ કામ આવી શકે

  1. I’m really inspired with your writing skills as smartly as with the layout on your blog. Is that this a paid topic or did you modify it your self? Anyway stay up the nice high quality writing, it is uncommon to look a great weblog like this one today!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *