યુકેમાં પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને તંદુરસ્તી વધારવા અને મેદવૃદ્ધિ અટકાવવા લોકોને સાઇકલ ચલાવવાની અને વોલકિંગ કરવાની અપીલ કરી છે. આ માત્ર અપીલ જ નહિ પરંતુ સરકારી યોજના છે જેના માટે બે બિલિયન પાઉન્ડની ફાળવણી કરવામાં આવી છે. પચાસ પાઉન્ડના બાઈસીકલ વાઉચર આપીને લોકોને સાઇકલ ખરીદવાની, રીપેર કરાવવાની સુવિધા આપવામાં આવી છે. ઉપરાંત લોકોને સાઇકલ ચલાવવામાં સુવિધા અને સુરક્ષા રહે એટલા માટે કેટલાય માર્ગો પર સાઇકલ માટે અલગ લેન બનાવવામાં આવી રહી છે.યુરોપના દેશોમાં સાઇકલ માટે અલગ લેન હોય છે અને સાઇકલ ચલાવનારની પાછળ કાર કે બસ હોય તો તેઓ પણ ધ્યાન રાખીને ચલાવે છે. પરંતુ સાઇક્લિંગને વધારે પ્રોત્સાહન આપવા રસ્તાઓ પર વધારે જગ્યાની ફાળવણી કરવામાં આવી રહી છે. એક દ્રષ્ટાંત લઈએ તો હાઇડ પાર્ક સામેનો માર્ગ – પાર્ક વે – પર એક કાર લેનને હવે સાઈકલિંગ લેનમાં બદલી નાખવામાં આવી છે. નેશનલ સાઇકલ નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે.

સરકારી આરોગ્ય તંત્ર પર બોજ ઘટાડવા અને ત્યાં થતો ખર્ચ ઘટાડવાના ઉદેશ્યથી લોકોની તંદુરસ્તી વધારવા આ ઉપાય કરવામાં આવ્યો છે. લોકો વ્યાયામ કરશે, ચાલવા અને સાઇકલ ચલાવવાનું રાખશે તો તેમની રોગપ્રતીકારકતા વધશે અને તેમને બીમારીઓ ઓછી થશે તેવા વૈજ્ઞાનિક તારણોને અનુસરીને બ્રિટન હવે બાઈસીકલ પર ચાલશે તેવું લાગી રહ્યું છે. બીજો ફાયદો ટ્રાફિક ઘટાડવાનો અને પ્રદુષણ અટકાવવાનો પણ છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે. બોરિસ જોહ્ન્સને તો પોતે પણ સાઇકલ સાથે સોશ્યિલ મીડિયા પર ફોટા મૂક્યા છે.

પરંતુ કેટલાક ટીકાખોરોએ તેની સામે ચાન્સલર ઓફ એક્સચેકરની ‘ઈટ આઉટ તો હેલ્પ આઉટ’ વાળી યોજનાને લઈને ટીખળો કરી છે. તેઓ કહે છે કે ચાન્સલર બહાર ખાવા માટે પૈસા આપી રહ્યા છે અને પ્રધાનમંત્રી ઓછું ખાવાની અને સાઇકલ ચલાવવાની સલાહ આપી રહ્યા છે. બંને એક બીજાની વિરુદ્ધ ન કહેવાય? આપને યાદ હશે કે ઓગસ્ટ મહિનામાં સોમ થી બુધવારના રોજ રેસ્ટોરન્ટમાં ખાવા-પીવા માટે લોકોને માથાદીઢ બિલના ૫૦% અથવા દશ પાઉન્ડની સબસીડી આપવામાં આવી રહી છે. બે પૈકી જે ઓછી રકમ હોય તે તરત જ તમારા બિલમાં ડિસ્કાઉન્ટ પેટે આવી જાય અને તેટલી રકમ રેસ્ટોરન્ટને સરકાર આપી દે તેવી યોજના બનાવાઈ છે. તેનો ઉદેશ્ય રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને મદદ કરવાનો છે. કોરોના અને લોકડાઉન દરમિયાન બંધ રહેલા રેસ્ટોરન્ટ્સનો ધંધો ફરીથી શરુ થાય એટલા માટે લોકોને આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

કોરોનાના કેસ તો હવે બહુ ઓછા આવે છે પરંતુ કોઈ કોઈ વિસ્તારોમાં લોકોની બેદરકારીને કારણે અચાનક મોટી સંખ્યામાં કેસ બહાર આવે તો ત્યાં ફરીથી લોકડાઉન લગાવી દેવામાં આવે છે. સ્કોટલેન્ડના આબરદિનમાં અને ઇંગ્લેન્ડના લેસ્ટરમાં આવું બન્યું છે. લોકો ફરવા નીકળ્યા હોય અને મોટી સંખ્યામાં કોઈ સ્થળે ભેગા થયા હોય તો આવા કેસ સામે આવે છે. જો કે સોશ્યિલ ડિસ્ટનસિંગનો નિયમ પાળવાની અપીલ કરવામાં આવી રહી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને દુકાનોમાં માસ્ક પહેર્યા વિના જનારને સે પાઉન્ડનો દંડ કરવામાં આવે છે. વર્ક ફ્રોમ હોમ તથા ઓફિસની હાજરી વચ્ચે સમતુલા જાળવીને સરકારી અને અન્ય કામકાજ હવે લગભગ રાબેતા મુજબ ચાલવા મંડ્યા છે.


આ સપ્તાહ દરમિયાન કોઈ વ્યક્તિ પાસેથી બાવન બિલિયન પાઉન્ડ રોકડા મળી આવ્યા છે અને તેનો સંડોવણી ડ્રગ રેકેટમાં છે તેવું સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે કહ્યું. શરૂઆતમાં એક ગુજરાતી યુવકનું નામ સોશ્યિલ મીડિયામાં ફેલાયું કે તેની પાસેથી આ માતબર રકમ મળી છે પરંતુ બે-ત્રણ દિવસ બાદ એક યુવકે સોશ્યિલ મીડિયા પર વિડિઓ દ્વારા કહ્યું કે તેનું નામ ખોટી રીતે અફવામાં આવ્યું છે. ખરેખર ગુનેગારોની તાપસ ચાલુ છે. બ્રિટનની હીસ્ટરીમાં આ સૌથી માતબર રકમ મળી છે. આ પહેલા એટલા પૈસા ક્યારેક પોલીસે રોકડા જપ્ત કર્યા નથી. 

Don’t miss new articles

2 thoughts on “યુકેમાં સાઈક્લિંગને સરકારી પ્રોત્સાહન

  1. Thanks for the information.
    REQUEST HELP
Dear, I am requesting your help in a blatant case of plagiarism by a YouTube News Channel, StratNewsGlobal( https://m.youtube.com/watch?v=-zPPD8lQSEk).
Many Indian news channels have been copying my ideas for some time. But enough is enough. My article:
https://insightful.co.in/2020/06/21/2025-end-game-xis-china-mirroring-nazi-germany
    If you are on Twitter then through this mail, I request you to RETWEET my post against this blatant stealing.
My Twitter handle is @InsightGL:
https://mobile.twitter.com/InsightGL
    Warm Regards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *