રોયલ ઓપેરા હાઉસ દ્વારા કોરોનાના રોગચાળાને કારણે થઇ રહેલા નુકશાનને પહોંચી વળવા જરૂરી નાણાની વ્યવસ્થા કરવા માટે તેના પૂર્વ નિયામક સર ડેવિડ વેબસ્ટરના ડેવિડ હોકનીએ બનાવેલા ચિત્ર-પોટ્રેટની નીલામી કરશે. સર ડેવિડ વેબસ્ટરની પેઇન્ટિંગની હરાજી આ મહિનામાં ક્રિસ્ટી ગેલેરી પર કરવામાં આવશે અને તેમાં ૧૩ થી ૧૮ મિલિયન પાઉન્ડ જેટલી રકમ ઉપજવાની ધારણા છે.

રોયલ ઓપેરા હાઉસ જૂનમાં કોન્સર્ટ સાથે ફરીથી ખુલ્યું. આ કોન્સર્ટ પ્રેક્ષકો વિનાનો હતો પરંતુ તેને ટીવી, રેડિયો અને ઓનલાઇન પ્રસારિત કરવામાં આવેલો. ગયા અઠવાડિયે, રોયલ ઓપેરા હાઉસે બેલે અને ઓપેરાના જાહેર પ્રદર્શનની ઘોષણા કરી હતી. આ પ્રદર્શનો ઓછા પ્રેક્ષકોની સામે કરવામાં આવશે તેવું કહેવાયું છે. રોયલ ઓપેરા હાઉસ હવેના કાર્યક્રમોમાં ધ નટક્રેકર ૧૮૯૨માં શરુ થયેલ દ્વિ-અંકીય બેલે એક્ટ છે જેને મૂળ ઈ.ટી.એ. હોફમેનની વાર્તા ધ નટક્રેકર એન્ડ માઉસ કિંગ પરથી તૈયાર કરવામાં આવેલો. વર્ષ ૧૯૮૪થી રોયલ ઓપેરા હાઉસનો તે પરંપરાગત પ્રોગ્રામ રહ્યો છે.

રોયલ ઓપેરાહાઉસને રાષ્ટ્રીય સ્તરે લગાવેલા લોકડાઉનને કારણે માર્ચથી પોતાના દરવાજા બંધ કરવા પડેલા અને તેમાં તેના ૫ માંથી ૩ પાઉન્ડની આવકનો એટલે કે ૬૦% આવકનું નુકસાન થયું છે.

લંડનસ્થિત રોયલ ઓપેરા હાઉસ આંતરરાષ્ટ્રીય ઓપેરા અને રોયલ બેલેનું મુખ્ય મથક મનાય છે અને તે યુકેમાં કાલા ક્ષેત્રે સૌથી મોટું નોકરી આપનારું ગૃહ છે. પ્રથમ ઓપેરા હાઉસ ઈ.સ. ૧૭૩૨ માં બનાવવામાં આવ્યું હતું. તે રોયલ ઓપેરા, ધી રોયલ બેલે અને રોયલ ઓપેરા હાઉસના ઓર્કેસ્ટ્રાનું ઘર છે. તે રોયલ થિયેટર તરીકે પણ ઓળખાય છે. તેના ઇતિહાસના પ્રથમ સો વર્ષ સુધી તેણે પ્લેહાઉસ – નાટ્યઘર તરીકે સેવા આપી હતી. ઈ.સ. ૧૭૩૪માં ત્યાં પ્રથમ બેલે રજૂ કરવામાં આવ્યું અને એક વર્ષ પછી જ્યોર્જ ફ્રિડેરિક હેન્ડલ દ્વારા ઓપેરાની પ્રથમ સિઝન શરૂ થઈ. રોયલ ઓપેરા હાઉસની વર્તમાન બિલ્ડિંગ ઈ.સ. ૧૮૦૮ અને ૧૮૫૬ માં અવિનાશક આગને પગલે નાશ પામેલી અને અત્યારે ત્યાં ત્રીજી ઇમારત ઉભી છે. તેના મુખ્ય સભાગૃહમાં ૨,૨૫૬ લોકો બેસી શકે છે અને તે લંડનની ત્રીજી સૌથી મોટી કલા ઇમારત છે. તેમાં બોક્સ, બાલ્કની અને એમ્ફીથિએટર ગેલેરી મળીને બેઠકના ચાર સ્તર છે.

બ્રિટનમાં વિશ્વસ્તરે પ્રખ્યાત કળાઓ, સંસ્કૃતિ અને હેરિટેજ ઇન્ડસ્ટ્રી છે અને તેને થઇ રહેલા નુકશાનને પહોંચી વાલ્વ સરકાર ૫ જુલાઈના રોજ ૧.૫૭ બિલિયન પાઉન્ડનું જંગી બચાવ પેકેજ જાહેર કરેલું. બ્રિટનના સંગ્રહાલયો, ગેલેરીઓ, થિયેટરો, સ્વતંત્ર સિનેમાઘરો, હેરિટેજ સાઇટ્સ અને સંગીત સ્થળોનું ભાવિ આ કટોકટીમાં પણ સરકાર દ્વારા મળેલ આ અનુદાન અને લોનથી સુરક્ષિત બની ગયું છે. યુકેની સંસ્કૃતિમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું સરકારી પેકેજ છે.

ઓપેરા શું છે?

ઇટાલિયન શબ્દ ઓપેરાનો અર્થ “કાર્ય” થાય છે – બંને મહેનત અને તેના પરિણામના સંદર્ભમાં. ઓપેરા એ થિયેટરનો, નાટકનો એક પ્રકાર છે જેમાં સંગીતની અગ્રણી ભૂમિકા હોય છે અને ગાયકો દ્વારા તે ભજવવામાં આવે છે. પરંતુ તે મ્યુઝિકલ થિયેટરથી અલગ છે. ઓપેરા પશ્ચિમી શાસ્ત્રીય સંગીત પરંપરાનો મુખ્ય ભાગ છે. ઓપેરાની શરૂઆત ૧૬મી સદીના અંતમાં ઇટાલીમાં થઈ હતી અને ટૂંક સમયમાં તે બાકીના યુરોપમાં પણ લોકપ્રિય બન્યું.

બેલે શું છે?

બેલેટ (બોલવામાં બેલે) એ પર્ફોર્મન્સ ડાન્સનો એક પ્રકાર છે જે પંદરમી સદીમાં ઇટાલિયન રેનેસાં દરમિયાન ઉદભવ્યો અને પછીથી ફ્રાન્સ અને રશિયામાં કોન્સર્ટ ડાન્સ સ્વરૂપમાં વિકસ્યો. બેલેટ એ એક ફ્રેંચ શબ્દ છે જેનો અર્થ “નૃત્ય કરવું” એવો થાય છે. તે મૂળે તો ગ્રીક શબ્દમાંથી ઉતર્યો છે જેનો અર્થ “નૃત્ય કરવા, કૂદવાનું”. એવો કરી શકાય. તેને કારણે જ બેલેમાં નૃત્યકાર તેના પગની આંગળીઓ પર ડાન્સ કરતા હોય છે. એક રીતે આ ખુબ સખત નૃત્ય છે અને તેના માટે ખુબ આકરી તાલીમ લેવી પડે છે.બ્રિટનમાં લગ્ન સમારંભમાં માત્ર ૧૫ લોકોને એકઠા થવાની પરવાનગી છે. પરંતુ એક બ્રિટિશ ગુજરાતી યુગલ રોમા પોપટ અને વિમલ પટેલે ૨૦૦ મહેમાનો આમંત્રિત કરીને પોતાના લગ્ન કર્યા. તે પણ સરકારી નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના. તેઓએ એક ૫૦૦ એકરના ફાર્મમાં બધા મહેમાનોને ૧૦૦ કારમાં બેસાડી રાખીને આ વિધિ કરી. બીજા ૩૦૦ મહેમાનોએ આ પ્રસંગ લાઈવ જોયો. આ યુગલે ચાર કલાકની લગ્નવીધીને બધા લોકો પોતાની ગાડીમાંથી જોઈ શકે તેમ સ્ક્રીન દ્વારા બતાવ્યો અને સૌની ગાડીમાં ભોજન પહોંચાડ્યું. અંતે તેઓ બંને એક ઇલેક્ટ્રિક બગીમાં બેસીને સૌ મહેમાનોની ગાડી પાસે જઈને દૂરથી મળ્યા. યુગલનું આ શાણપણ યુકેના બધા સમાચારપત્રોમાં અને ટીવીમાં પણ બતાવવામાં આવ્યું.

Don’t miss new articles