જ્યારે બધું સારું સારું ચાલી રહ્યું હોય ત્યારે…

માણસ માત્ર ત્યારે જ તણાવમાં નથી આવતો જ્યારે જીવનમાં કંઈક ખરાબ બની રહ્યું હોય. પરંતુ જ્યારે બધું સારું સારું ચાલતું હોય, ત્યારે પણ મનમાં એક અજાણી બેચેની જાગે છે કે ક્યાંક આમાંથી કંઈ બગડી ન જાય. જ્યારે કોઈ સમસ્યા ન હોય, ત્યારે થોડા દિવસ તો માણસ આનંદથી જીવે. પછી અચાનક તેને વિચાર આવે છે કે આટલું બધું સારું થઈ રહ્યું છે તો ક્યાંક કંઈ ગરબડ તો નહીં થાય ને?… Continue reading “જ્યારે બધું સારું સારું ચાલી રહ્યું હોય ત્યારે…”

ખરો રિટાયરમેન્ટ પ્લાન કેવો હોવો જોઇએ?

જયારે આપણે રીટાયર થવાની વાત વિચારીયે ત્યારે આપણી સામે પહેલો પ્રશ્ન આવે છે – કેટલા પૈસા બચાવ્યા છે? નિવૃત જીવન જીવવા માટે પૂરતા પૈસા છે ખરા? યુટ્યુબ ખોલીને જુઓ, કે ગૂગલ સર્ચ કરો તો તેમાં પણ રિટાયરમેન્ટ કોર્પસ કેટલું હોવું જોઈએ તેને લગતા અનેક આર્ટિકલ્સ અને વિડિઓ મળી રહે. પરંતુ વાસ્તવમાં શું નિવૃત્તિ કોર્પસ પર આધારિત છે?… Continue reading “ખરો રિટાયરમેન્ટ પ્લાન કેવો હોવો જોઇએ?”

સફળતા માટે ધ્યાન પ્રયત્નો પર લગાવો, પરિણામ પર નહિ

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે કર્મ કર્યે જાઓ, ફળની ઈચ્છા ન કરો. આ વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પરંતુ તેને એક આધ્યાત્મિક ગહન જ્ઞાન માનીને ભાગ્યે જ જીવનમાં અમલ કરીએ છીએ. વાસ્તવમાં આ વાત બહુ સામાન્ય છે અને હંમેશા સાચી ઠરે છે. મેનેજમેન્ટની બાબતમાં પણ આ બાબત અસરકારક છે. જયારે આપણે કોઈ લક્ષ્ય પ્રત્યે પ્રયત્નો આદરીયે ત્યારે તેને પામવા માટે આપણે અધીરા હોઈએ છે.… Continue reading “સફળતા માટે ધ્યાન પ્રયત્નો પર લગાવો, પરિણામ પર નહિ”

Love Your Work to Love Your Life

This may sound counterintuitive, but it is true: to love your life, you also need to love your work.We often hear the motivational saying that life is not meant for work; rather, work is meant to support life. That is absolutely true. But there is another reality of the modern world: a significant part of our waking hours is spent working, travelling to and from work, preparing for work, and mentally switching between work and personal life.… Continue reading “Love Your Work to Love Your Life”

જીવન માટે સફળતા કે સફળતા માટે જીવન?

આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જ્યાં સાધ્ય અને સાધન વચ્ચેનો તફાવત ભુલાઈ ગયો છે. લક્ષ્ય શું છે અને પ્રયત્ન શું છે તે સમજાતું નથી. માણસ સફળતા મેળવવા માટે જીવે છે કે જીવન જીવવા માટે સફળતા મેળવવા ઈચ્છે છે તે વાત સમજાતી નથી. આપણે સારી રીતે જીવી શકીએ એટલા માટે કારકિર્દીમાં સફળ થવું જરૂરી છે?… Continue reading “જીવન માટે સફળતા કે સફળતા માટે જીવન?”

What would you choose: stability for peace or uncertainty for growth?

Many times this question comes up to us while making a choice in life. What would you prefer: stability for peace or uncertainty for growth? This applies in all aspects of life – career, relationship and society. Do you want to leave a stable job that is paying moderately but has certainty to go for a business which may be uncertain but has better growth prospects?… Continue reading “What would you choose: stability for peace or uncertainty for growth?”

What is your perspective towards life?

We come across many views which claim to be the best for everyone. There are people who emphasize that achieving greater success in career is the most important thing one can do in this life. On the other hand, another group of people give more importance to leisure and easy life. Number of those who say family is more important than everything is also no less.… Continue reading “What is your perspective towards life?”

ઉતાવળે કામ કરવું કે છોડી દેવું?

સામાન્ય રીતે લોકો કહે છે કે ઉતાવળા બે વાર પાછા વળે. એટલે કે જે કામ ઉતાવળમાં કરીએ તેને બે વાર કરવું પડે. કેમ કે તેમાં ભૂલ થવાની સંભાવના વધારે હોય છે. પરંતુ જયારે કામ કરવા માટે પૂરો સમય ન હોય તો શું તેને ઉતાવળમાં કરવું જોઈએ કે છોડી દેવું જોઈએ? કેટલીયવાર આવી સ્થિતિ આવતી હોય છે.… Continue reading “ઉતાવળે કામ કરવું કે છોડી દેવું?”

આંતરિક જીવનનું મહત્ત્વ ઉમર સાથે વધતું જાય છે.

જેમ જેમ આપણે પરિપક્વ બનતા જઈએ, ઉમર અને અનુભવો વધતા જાય તેમ તેમ આપણા માટે બાહ્ય જીવન કરતા આંતરિક જીવનનું મહત્ત્વ વધવા લાગે છે. બાળપણમાં આપણને આંતરદ્રષ્ટિ કરવાની સૂઝ હોતી નથી. આપણા માટે બહાર બની રહેલી ઘટનાઓ જ સર્વસ્વ હોય છે. આપણે વિચાર કરી શકતા નથી. વિશ્લેષણ કરી શકતા નથી. પરંતુ જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ આ ક્ષમતા વિકસતી જાય છે.… Continue reading “આંતરિક જીવનનું મહત્ત્વ ઉમર સાથે વધતું જાય છે.”